કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી
પાલનપુર પેલેસ સંકુલમાં આવેલી જુદી જુદી 14 કોર્ટને જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે. 8 કિલોમીટર દૂર કોર્ટને જતા બચાવવા આજે મહારેલી યોજાશે. જે રેલી કલેકટર કચેરીથી શરૂ થઈને બપોરે કલેકટરને આવેદનપત્ર પાઠવશે જેમાં શહેરીજનોને જોડાવા અપીલ કરાઇ છે.
પાલનપુર જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જુદી જુદી 14 કોર્ટ હાઇકોર્ટના હુકમના પગલે જગાણા ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે. થોડા મહિનાઓ પૂર્વેદ જિલ્લા કલેકટર દ્વારા અહીં 40 હજાર ચોરસમીટર જગ્યા કોર્ટને ફાળવવા માટે હુકમ કર્યો છે.
જે સ્થળે કોર્ટ લઈ જવાની છે ત્યાં માપણીની પ્રક્રિયા પણ પૂરી થઈ છે. જેને લઈને પાછલા 11 દિવસથી પાલનપુર બાર એસોસિએશન ધરણાં કરી સમગ્ર કામકાજ બંધ કરી દીધું છે.
સ્થાનિક વકીલોએ જણાવ્યું કે ” જો કલેક્ટર કચેરી જગાણા જતી અટકી જતી હોય તો કોર્ટ પણ અટકી શકે છે. જેને લઇને બુધવારે 30 એપ્રિલે મહારેલીમાં બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાના જુદા જુદા બાર એસોસિએશન જોડાશે.
સવારે 9:30થી રેલી કલેકટર કચેરીથી શરૂ થઈને શહેરના જુદા જુદા માર્ગો પર ફરીને બપોરે જિલ્લા કલેકટર મિહિર પટેલને આવેદનપત્ર પાઠવશે.
પાલનપુર બાર એસો.ના પ્રમુખ ભાવેશભાઈ રાવલે જણાવ્યું કે અંદાજિત 1 હજાર કરતા વધુ વકીલો આ રેલીમાં જોડાશે ત્યારે પાલનપુર શહેરના નાગરિકોને પણ રેલીમાં જોડાવવા અપીલ કરી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
