સવારથી મતદારોમાં ઉત્સાહ, લોકશાહીના પવિત્ર પર્વમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાન શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૬ બનાસકાંઠા

સવારથી મતદારોમાં ઉત્સાહ, લોકશાહીના પવિત્ર પર્વમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાન શરૂ

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અન્વયે આજે સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલનપુર સહિત જિલ્લાના વિવિધ મતદાન મથકો પર મતદારો વહેલી સવારથી જ પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.

લોકશાહીના પવિત્ર પર્વ સમાન મતદાનમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાન કરનાર મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો બહાર મતદારો પવિત્ર ફરજ અદા કરવા માટે આવી રહ્યા છે અને લોકો લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરક્ષા, માર્ગદર્શન, પીવાનું પાણી સહિતની સુવિધાઓ સાથે મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે તંત્ર સતર્ક બની કામગીરી કરી રહ્યું છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading