લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાની નિર્મમ હત્યા

લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાની નિર્મમ હત્યા

લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં મહિલાની નિર્મમ હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે. મહિલા 12 વર્ષથી આંગણવાડી તેડાગરમાં ફરજ બજાવતી હતી. અગમ્ય કારણોસર આંગણવાડી કેન્દ્રમાં જ મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગામ સહિત પંથકમાં ભારે અરેરાટીનો માહોલ છે. હત્યા વિશેની બાતમી મળતા જ આગથળા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આરોપીને નજરકેદ હેઠળ રાખી પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading