પાલનપુરમાં હનુમાન જન્મોત્સવ વિવિધ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાઈ. મહા આરતી. મહાપુજા. ભજન. યજ્ઞ .સુંદરકાંડ જેવા ધાર્મિક આયોજનો થયા..

પાલનપુરમાં હનુમાન જન્મોત્સવ વિવિધ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરાઈ. મહા આરતી. મહાપુજા. ભજન. યજ્ઞ .સુંદરકાંડ જેવા ધાર્મિક આયોજનો થયા..

કંથેરીયા હનુમાન નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું…

ચૈત્ર સુદ પૂનમ બીજ એપ્રિલ ગુરુવારે હનુમાન જન્મોત્સવ નો ઉત્સવની ઉજવણી પાલનપુરમાં વિવિધ હનુમાન મંદિરોમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા જેમાં સામુહિક હનુમાન ચાલીસા મહા આરતી. મહાપુજા. અન્નકૂટ દર્શન. સંતવાણી . યજ્ઞ .ભજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ ના આયોજનો કરાયા હતા જ્યારે આ શહેરમાં કંથેરીયા હનુમાન મંદિરથી મહાયજ્ઞ સહિત ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં ભૂલકાઓને હનુમાન સહિત ભગવાનો નો વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું .
પાલનપુર શહેરમાં અલગ અલગ હનુમાન મંદિરોમાં ભગવાનની જન્મોત્સવ ની ભવ્ય ઉજવણીનું કરવામાં આવી હતી આ શહેરના રોકડિયા હનુમાન .ધનિયાણા ચોકડી. પથ્થર સડક આવેલા રામજી મંદિર અન્નપૂર્ણા ના દર્શન તેમજ પ્રસાદ રૂપે ભોજનનું આયોજન કરાયું હતું વિજય હનુમાન આશ્રમ. મહિલા મંડળ આગળ કષ્ટભંજનહનુમાન. લક્ષ્મીપુરા કાળા હનુમાન મંદિરમાં યજ્ઞ મહાપૂજા આરતી શક્તિનગર રોડ ઉપર રામ મંદિર પર યજ્ઞ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ આયોજનો જોવા મળ્યા હતા એમાં અનેક મંદિર પ્રસાદ રૂપે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે કંથેરીયા હનુમાન યજ્ઞ સંતવાણી ભજન જેવા કાર્યક્રમો આયોજન સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી જે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી આજ શોભાયાત્રામાં શહેરના વડીલો. બહેનો. ભજન મંડળીઓ અન્ય ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading