પાલનપુરમાં મહિલાએ તેના સાગરીતો સાથે મળીને ધર્મના ભાઈની પત્નીની નિર્દયતા પૂર્વક હત્યા કરી.

પાલનપુરમાં મહિલાએ તેના સાગરીતો સાથે મળીને ધર્મના ભાઈની પત્નીની નિર્દયતા પૂર્વક હત્યા કરી.

ધંધો કરવા લીધેલાંસોનાના દાગીના અને રોકડ રકમ પરત કરવાના બહાને બોલાવી ગળે ફાંસો આપી હત્યા કરાઈ.

લાશને કોથળામાં પેક કરી પાલનપુરના આબુ હાઇવે પર એક બંધ શો રૂમના ભોંયરામાં ફેંકી દેવામાં આવી હતી.

પાલનપુરમાં માનવતાને લજવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને એક મહિલાએ ધર્મના ભાઈની પત્નીની નિર્દયી પૂર્વક હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી છે જેમાં આરોપી મહિલાએ ધંધો કરવા મૃતકના પતિ પાસેથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા લીધા હતા તે પરત આપવા ના પડે તે માટે આરોપીએ મૃતકને તેમના ત્યાં બલાવી તેમના સાગરીતો સાથે મળીને મહિલાને ગળે ટૂંપો આપી મોત નિપજાવ્યું હતું અને લાશને કોથળામાં ભરીને એક અવાવરૂ શોરૂમના ભોંયરામાં ફેંકી દીધી હતી.

પાલનપુર તાલુકાના આકેડી ગામના વતની અને હાલ પાલનપુરમાં હનુમાન ટેકરી પર ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વસંતભાઈ રામાભાઈ આકેડીવાલાની ધર્મપત્ની શાંતિબેન આકેડીવાલા ગત તાં.22 માર્ચના સાંજે દૂધ લેવા નીકળ્યા બાદ પરત ન ફરતા તેમના પરિવાર દ્વારા આ ગુમશુદા મહિલાની ભારે શોધખોળ કરવામાં આવી રહી હતી દરમ્યાન 26 માર્ચના વહેલી સવારે પાલનપુરમાં આબુ હાઇવે ઈન્કમટેકસ ઓફિસના સામે આવેલ એક બંધ પડેલા શોરૂમના ભોંયરામાં ગુમશુદા શાંતિબેનની લાશ એક થેલામાં ભરેલી હાલતમાં મળી આવતા પરિવારમાં આભ તુટી પડવા પામ્યું હતું જોકે આ હત્યાના મૂળ અમદાવાદની અને હાલ પાલનપુરના દેલવાડા ગામે રહેતી રેખા તેજા રાઠોડ નામની મહિલાએ તેના સાગરીતો સાથે મળીને કરી હોવાનું સામે આવ્યું છે હત્યાની આરોપી મહિલા પાલનપુરમાં હનુમાન ટેકરી પર ફર્નિચર નો વ્યવસાય કરતી હોય અને તે છેલ્લા પંદર વર્ષથી મૃતકના પરિવાર સાથે જોડાયેલી હોય તેને પરિવારનો વિશ્વાસ કેળવ્યો હોવાથી એક વર્ષ અગાઉ રેખા રાઠોડને પશુ પાલન નો ધંધો કરવો હોય તેને મૃતક પાસેથી તબક્કાવાર 79 તોલા સોનાના દાગીના તેમજ બે લાખ રોકડ રકમ લીધી હતી જેમાં સમય જતા શાંતિબેને આ રકમ અને દાગીનાની અવાર નવાર ઉઘરાણી કરતા આરોપીએ ગત તા.22 માર્ચની રાત્રે મૃતકને તેની ફર્નિચરની દુકાને દાગીના અને રોકડ લેવા બોલાવ્યા હતા જ્યાં પહેલેથી હાજર રેખા તેજા રાઠોડ,તેજા દેવા રાઠોડ,રોહિત સરતાન મળવાણા અને વિષ્ણુ કરશન વાલ્મીકિએ મૃતકને પ્રસાદમાં ગેન આપી બાદમાં કલઝ વાયરથી ગળે ટૂંપો આપી ને હત્યા કરી હતી બાદમાં લાશને નિકાલ કરવા દેલવાડા લઇ જવામાં આવી હતી પરંતુ અહી લોકોની અવર જવર હોવાથી લાશને કોથળા માં પેક કરી પાલનપુરમાં આબુ હાઇવે પર એક અવાવરૂ શોરૂમના ભોંયરામાં ફેંકી દેવામાં આવી હતી આ મામલે ઉપરોક્ત ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

હત્યા કેસના આરોપીઓ

1,રેખા તેજાભાઇ રાઠોડ
2, તેજાભાઇ દેવાભાઇ રાઠોડ
બન્ને રહે.હાલ દેલવાડા તાં.પાલનપુર મૂળ  રહે. રામદેવ નગર મુખીનો વાસ અર્બુદા સોસાયટી પાસે ગુલબાઇ ટેકરા અમદાવાદ
3,રોહિત સરતાનભાઇ મકવાણા (વાલ્મીકિ)  રહે. દેલવાડા તાં.પાલનપુર
4, વિષ્ણુ કરશનભાઇ વાલ્મીકિ. રહે.નવજીવન સોસાયટી હનુમાન ટેકરી પાલનપુર મૂળ.રહે. ઝઝામ તાં.રાધનપુર

આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવા માંગ કરાઇ

પાલનપુરમાં સંબધોને લજવી દેતી હત્યામાં મૃતક પાસેથી ધંધો શરૂ કરવા લીધેલા દાગીના અને પૈસા પાછા આપવા ન પડે તે માટે તેના સાગરીતો સાથે મળીને એક મહિલાએ જ મહિલાનું પ્રસાદમાં ગેનની દવા આપ્યા બાદ ક્લઝ વાયરથી ગળે ટૂંપો આપી હત્યા કરી દેતા ભાંગી પડેલા પરિવારે તમામ હત્યારાનો જાહેરમાં વરઘોડો કાઢી તેમને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading