ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા બ્રાન્ચના સક્રિય D.D.R.T & S.D.R.T મેમ્બરનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે સન્માનનું ગૌરવ.

26 જાન્યુઆરી 2026 ના રોજ 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવરચિત ઓગડ તાલુકામાં થરા મુકામે ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણીમાં વિશિષ્ટ અને આગવી પ્રતિભા ધરાવતાં વ્યકિતઓ માટે “વિશિષ્ટ વ્યકિત સમ્માન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા બ્રાન્ચ ના D.D.R.T & S.D.R.T ( ડિસ્ટ્રિક્ટ & સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ) ના સક્રિય મેમ્બર તરીકે બારોટ હિતેશકુમાર રામલાલ તેઓશ્રીએ વર્ષ 2014 થી આજદિન સુધી નિસ્વાર્થ, નિશુલ્ક અને માનવતાવાદી સેવા થકી બનાસકાંઠા જિલ્લા ના તમામ તાલુકાના વિસ્તારોમાં કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ કોઈપણ સમયે આવેલ તેમજ બ્રાન્ચ દ્વારા વર્ષ 2015,2017અને 2025 આવેલ પુરમાં પણ શોધ અને રાહત બચાવ કામગીરી સ્ટેટ સાથે રહી કરેલ છે આ ઉપરાંત બ્રાન્ચ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અને મોકડ્રીલ, ફર્સ્ટ એઇડ ટ્રેનિંગ,બ્લડ ડોનેશન કેમ્પ, શાળા અને કોલેજમાં શાળા સલામતિ,થેલેસિમિયા અવરનેશ કેમ્પનું સુંદર કામ કરવામાં આવેલ છે.અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018 માં આપદા મિત્રનો પ્રોજેક્ટ GSDMA ગાંધીનગર દ્વારા શરૂઆત કરવામાં આવેલ હતો આ પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના વિસ્તારોમાં વર્ષ 2018 થી આજ દિન સુધી “આપદા મિત્ર” તરીકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, કલેક્ટર કચેરી, પાલનપુરના સંકલનમાં રહીને સરકારી પ્રોગ્રામ જેવા કે શાળા સલામતી ઉજવણી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ,ભાદરવી પુનમ મહા મેળો, શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, શાળા અને કોલેજોમાં તાલીમ અને મોકડ્રીલ તેમજ ફાયર ડેમોસ્ટ્રેશન અને જનજાગૃતિ કાર્યક્રમોમાં સંકલનમાં રહીને કામગીરી કરેલ છે. આ નિસ્વાર્થ કામગીરી માટે બનાસકાંઠા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી મિહિર પટેલ દ્વારા વિશિષ્ટ વ્યક્તિ તરીકે સન્માન કરવામાં આવેલ છે.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
