વડગામ વિધાનસભા ક્ષેત્રમાં 46 નવા બુથ નો ઉમેરો કરવામાં આવ્યો.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત વડગામ વિધાનસભા ક્ષેત્રમાં હાલની કામગીરી મુજબ 29244 મતદારો નો ઘટાડો નોંધાયો હોવાનું વડગામ મામલતદાર એન.ટી. પરમાર, ચુંટણી શાખા નાયબ મામલતદાર કૌશિકભાઈ જગાણી એ જણાવ્યું હતું હજુ ફેબ્રુઆરી માસ સુધી નિયત કરેલ સમય મર્યાદામાં કામગીરી પ્રગતિમાં હોવાનું તેવોએ જણાવ્યું હતું.
અત્યારસુધી વડગામ વિધાનસભા ક્ષેત્રમાં 302 બુથ કાયૅરત હતા જેમાં 46 નવા બુથ નો ઉમેરો કરી કુલ 348
બુથ મુજબ વડગામ વિભાગ નું કામ ચાલી રહ્યું છે જેમાં અત્યારે 348 બી.એલ.ઓ. ફરજ બજાવે છે.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
