પાલનપુરની નાની બજારમા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

એલસીબીના દરોડામાં જુગાર રમતા ચાર શખ્સો ફરાર થયા પાંચને ઝડપી લેવાયા
પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડ સહિત રૂ.62.870 નો મુદ્દામાલ કબજે કર્યો
પાલનપુરમાં નાનીબજાર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે આ જુગારધામ પર ઓચિંતી રેઇડ કરતા જુગારીયા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાં ચાર શખ્સ નાસી છૂટ્યા હતા જ્યારે પાંચ ઝડપાઇ જતાં તેમની પાસે થી રોકડ રકમ તેમજ મોબાઈલ મળી ને કુલ.રૂ.62 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરાયો હતો
પાલનપુરમાં પૂર્વ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ નાનીબજારમાં હુસૈનીચોક શાહુફલીમાં રહેતા સિકંદરખાન બિસ્મિલ્લાખાન નાગોરીના રહેણાંક મકાનમાં જુગાર ખેલાતો હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી પોલીસની ટીમે આ જુગારધામ પર દરોડો પાડતા અહી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જુગારીયાઓ માં નાસભાગ મચી જવા પામી હતી જેમાં તકનો લાભ ઉઠાવી ચાર ઈસમો નાસી છૂટ્યા હતા જ્યારે બીપીનભાઇ મફતલાલ પ્રજાપતિ રહે નંદ સોસાયટી કુબેરનગરની સામે,આકેસણ રોડ પાલનપુર, રીઝવાન ઉર્ફ દાદા હમીદખાન નાગોરી રહે.નાગોરી વાસ, કંસારા શેરી, હુસૈની ચોક પાલનપુર,ઇમરાન ઇસ્માઇલભાઇ સિંધી રહે.જુના ડાયરા, ખોખરવાસ પાલનપુર, અબ્બાસભાઇ ઉર્ફ ખલીફા અબ્દુલરહેમાન ખલીફા રહે.ફોફળીયો કુવો,જુનાડાયરા,
ખોખરવાસ,પાલનપુર અને અજરૂદ્દીન ઉર્ફ બાલી ઇકબાલભાઇ સલાટ રહે. ભક્તોની લીંબડી, જમાદારનો વાસ પાલનપુર વાળો ઝડપાઇ જતાં પોલીસે આ જુગારીયાઓ પાસેથી રૂ.22870 રોકડ રકમ રૂ.40 હજારની કિંમતના ચાર મોબાઈલ મળી કુલ રૂ.62.870 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તેમજ નાસી જનાર ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવતા પત્તાપ્રેમીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
