
મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે
ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો હેતુ રાજ્યના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી જવાનો છે. આજના સમયમાં મેદસ્વિતા (Obesity) એક ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. શહેર હોય કે ગામ, બાળકો હોય કે વયસ્ક-બધા વયના લોકોમાં તેનો પ્રભાવ જોવા મળે છે.
આજની ઝડપી જીવનશૈલીમાં આપણે ક્યારેક જાણીજોઈને તો ક્યારેક અજાણી રીતે સ્વાસ્થ્યને અવગણીએ છીએ. ખાસ કરીને, પ્રોસેસ્ડ અને રિફાઈન્ડ ખોરાકનું સેવન વધવાથી મેદસ્વિતા અને અનેક બીમારીઓનો ભય તોળાઈ રહ્યો છે. પરંતુ, નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને અથવા તો આપણા આહારમાં અમુક ખાવાની વસ્તુ ઉમેરીને અને અમુક દૂર કરીને પણ મેદસ્વિતાને હરાવી શકાય છે.
સંતુલિત આહાર
કેલરી નિયંત્રણ :- દૈનિક કેલરીનું સેવન ઘટાડો. પોષ્ટિક, ઓછી કેલરીવાળા ખોરાક જેવા કે શાકભાજી, ફળો, આખા અનાજ અને લીન પ્રોટીન લો.
જંક ફૂડ ટાળો :- ફાસ્ટ ફૂડ, સુગરવાળા પીણાં અને પ્રોસેસ્ડ ખોરાક ઓછા કરો.
ફાઈબરનું પ્રમાણ વધારો:- ફાઈબરયુક્ત ખોરાક (જેમ કે ઓટ્સ, બ્રોકોલી, ફળો) લાંબો સમય સુધી પેટ ભરેલું રાખે છે.
પાણી પીવો :- દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે.
નિયમિત વ્યાયામ
કાર્ડિયો :- દોડવું, સાયકલિંગ, સ્વિમિંગ અઠવાડિયામાં 150 મિનિટ મધ્યમ તીવ્રતાના કાર્ડિયો કરો.
સ્ટ્રેન્થ ટ્રેનિંગ:- મસલ્સ બનાવવા માટે અઠવાડિયામાં 2-3 વખત વેઈટ લિફ્ટિંગ અથવા બોડીવેઈટ એક્સરસાઈઝ કરો.
દૈનિક પ્રવૃત્તિ:- ચાલવું, સીડી ચઢવું જેવી નાની પ્રવૃત્તિઓ વધારો.
જીવનશૈલીમાં ફેરફાર
નિયમિત ઊંઘ:- 7-8 કલાકની પૂરતી ઊંઘ લો, કારણ કે ઊંઘની ઉણપથી ભૂખ વધે છે.
તણાવ ઘટાડો: યોગ, ધ્યાન અથવા ડીપ બ્રીથિંગથી તણાવ નિયંત્રણમાં રાખો, કારણ કે તણાવથી ઓવરઈટિંગ થઈ શકે છે.
ખાવાની ટેવ:- નાના ભાગમાં ખાઓ, ધીમે ખાઓ અને ખોરાકનો આનંદ લો.
ડોક્ટરની સલાહ
વજન ઘટાડવાનો પ્લાન શરૂ કરતા પહેલા ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લો, ખાસ કરીને જો તમને ડાયાબિટીસ, હૃદય રોગ જેવી સ્થિતિ હોય.
જો જરૂરી હોય તો ડોક્ટરની દેખરેખ હેઠળ દવાઓ અથવા સર્જરી (જેમ કે બેરિયાટ્રિક સર્જરી) નો વિચાર કરી શકાય.
સતત પ્રયાસ અને ધીરજ
વજન ઘટાડવું એ ધીમી પ્રક્રિયા છે. નાના લક્ષ્યો નક્કી કરો અને સતત પ્રયાસ કરો.
દર અઠવાડિયે 0.5-1 કિલો વજન ઘટાડવું સ્વસ્થ ગણાય.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
