સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સ્કાઉટ-ગાઇડનું નેશનલ લેવલે જંબોરીમાં ઉમદા યોગદાન

ભારત સ્કાઉટ અને ગાઇડ દ્વારા 23 થી 29 નવેમ્બર 2025 દરમિયાન લખનઉ ખાતે ભવ્ય ડાયમંડ જ્યુબિલી અને 19મી નેશનલ જંબોરીનું વિખ્યાત આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય મહાસંમેલનમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો સ્કાઉટ-ગાઇડ યુવાનો ઉમટી પડ્યા હતા. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરના સ્કાઉટ-ગાઇડ દળે વિવિધ વિભાગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને મોખરે રહી પોતાના શિસ્ત, કૌશલ્ય અને સંસ્કારનું ઉત્તમ પ્રતિનિધિત્વ કર્યું.

ઉદ્ઘાટન સમારોહ ભાવભીનાં અને દેશભક્તિપૂર્ણ માહોલમાં યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. તેઓએ સ્કાઉટ-ગાઇડ આંદોલનના રાષ્ટ્રીય નિર્માણમાં મહત્ત્વના યોગદાનને બિરદાવી, યુવાનોને સેવા, શિસ્ત અને રાષ્ટ્રભક્તિના માર્ગે અડગ રહેવા પ્રેરિત કર્યા.

સમાપન સમારોહનું ગૌરવ વધારવા ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જંબોરી દરમ્યાન વિદ્યાર્થીઓએ દર્શાવેલી પ્રતિભા, ધૈર્ય, સંકલ્પશક્તિ અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી. સાથે જ સ્કાઉટ-ગાઇડ પ્લેટફોર્મ દેશના ભવિષ્ય નિર્માણ માટે સર્વાગી વિકાસનું શક્તિશાળી માધ્યમ હોવાનું જણાવી પ્રોત્સાહન આપ્યું.

જંબોરી દરમ્યાન ગુજરાત રાજ્યના દળે અનેક સ્પર્ધાઓ, પ્રદર્શન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલે સ્કાઉટ માસ્ટર જીતુભાઈ પટેલ તથા વિદ્યાર્થીઓમાં દિગ્વિજય સોલંકી, હેન્સ પટેલ, કુણાલ ગૌસ્વામી, વેદાંત પટેલ, કાવ્ય પ્રજાપતિ, કુંજલ સિસોદરીયા અને સમર્થ સોલંકીને સર્ટિફિકેટ એનાયત કરીને સન્માનિત કર્યા હતા.

શાળાના આચાર્ય રવિભાઈ મેણાત, ઉપાચાર્ય રંજનબેન પટેલ તેમજ સુપરવાઇઝર મહેન્દ્રભાઈ પટેલ અને હર્ષિદાબેન જોશીએ વિદ્યાર્થીઓને પ્રસંશાપાત્ર કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા.

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનો આ ગૌરવમય ઉત્કર્ષ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના યુવાનોને પ્રેરણારૂપ બની રહ્યો છે.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading