પાટણ જિલ્લાના ધારણોજ ગામની માં જહું.
https://youtu.be/2cRDIqW1lT0?si=cxQ-nb-tk65cjDir
પાટણ જિલ્લામાં આવેલું ધાયણોજ ગામમાં વર્ષો પહેલા દરબાર પરિવારમાં જહુ નો દેવી શક્તિ અવતાર થયો અને જન્મ વખતે આ દીકરીનું નામ જશી પાડવામાં આવ્યું. જસી અંદાજે 15 થી 16 વર્ષના હશે અને નવરાત્રી માં ગરબા રમવા ગયા હશે ત્યારે એ વખતે ત્યાં ધૂળિયા ઢોલી નું ઢોલ વગાડવામાં નામ વખણાય અને ધોળીયો ઢોલ વગાડે ને દીકરીઓ ગરબે રમે રમતા રમતા રાતના એક પોર બે પોર વીતી ગયા, સવારમાં ચાર વાગતા માતાએ જસી ને કહ્યું જશી બેટા ઘરે ચાલો પણ જસી ધુલિયા ના ઢોલ ના તાલે એટલા રમવામાં મુશ્કુલ થયા કે માતા ના વેણ સંભળાયા નહીં અને માતાએ મેણું માર્યુ કે સારું ત્યારે ઘરે ના આવવું હોય તો ધૂળિયાના ઘરે જાવ, સવારમાં જ્યારે ધૂળિયા ઢોલી પોતાના ઘરે જતો હતો ત્યારે પણ ધૂળિયા ઢોલીની પાછળ પાછળ જવાનું કર્યું આ જોઈએ કે બેન તમે કેમ મારી પાછળ આવો છો ત્યારે જશે એ કહ્યું હું મેણા ની મારેલી છું એટલે હું હવે તારી સાથે જ આવીશ ત્યારે ધૂળિયા ઢોલી એ કહ્યું બેન અમે ઢોલી છીએ અને તમે દરબાર ના દીકરી એટલે તમે ના આવી શકો અમારા ઘરે ત્યારે જશીએ કહ્યું કે હું ગામની પાદરએ આમલી નીચે આસનવાળું કરું છું તો સવારે આવી ત્યાં અબીલ ગુલાલ ચડાવી મારુ મંદિર બનાવજો અને જો ધૂળિયા ઢોલીનો ગુજરાત ઘરમાં ડંકો ન વગાડું તો મારું નામ જહુ નહી , આટલું કહેતા જશી આંબલી નીચે જઈ આસન વળ્યું , અને ધૂળિયાએ ત્યાં સવારે ત્યાં માતાજીનું દીવા કરી અબીલ ગુલાલ કરી મંદિર બનાવ્યું,
થોડા સમય વીતતા એક દિવસ ગામમાં આવેલ મહાદેવના મંદિરે એક કુતરુ મરી ગયું અને મંદિરના પૂજારીએ ધૂળિયા ને બોલાવવાનું કહ્યું ત્યારે ધૂળિયાને બોલાવવા એના ઘરે ગયેલ માણસો જોયું કે ઘર બંધ છે પણ ઘર ખખડાવવામાં આયુ તો માં જહુએ સાક્ષાત 80 વર્ષના ડોશીમાનો અવતાર લઈ જવાબ આપ્યો કે શું કામ છે ધૂળિયો હાજર નથી, ત્યારે કહેવામાં આવ્યું કે મંદિર આગળ કૂતરું મરી ગયું છે તમે આવીને લઈ જાવ, ત્યારે ડોસીમાએ કહ્યું તમે ચાલો હું આવું, 80 વર્ષના ડોશીમાનો જે અવતાર લીધો હતો એ જ રૂપમાં મંદિર આગળ જઈ પૂજારીને પૂછતા પૂજારીએ કૂતરો બતાવ્યું અને આ ડોશીમાએ પોતાની લાકડી વડે કૂતરાને ત્રણ ગુદા માર્યા ત્યાં તો કૂતરું સજીવન થઈ ગયું આ જોતા પૂજારી સમજી ગયા કે આ કોઈ દેવી શક્તિ જ હોઈ શકે એટલા માટે ડોશીના રૂપમાં આવેલ માં જહુએ સામે આવેલી નદી ઉપર ચાલવા માંડે અને નદી પાર આંબલી ઉપર જઈ ને ગાયબ થઈ ગયા અને પૂજારીને ટહુકો કરી કહ્યું કે આવતીકાલે મને સમગ્ર ગામના લોકો ગામમાં લઈ જાવ અને બીજા દિવસે ગામ લોકોએ માં જહું ને ગામમાં લઈને પૂજા અર્ચના ચાલુ કરી, આજ દિવસ સુધી અહીં પૂજા અર્ચના કરવામાં આવે છે અને દેશ વિદેશી ઘણા લોકો અહીં માના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દિલથી માને મંદિરે માથું નમાવી માંગે એની માનતાઓ પૂરી કરે છે અને અહીં આવનાર દરેકની માં જહું મનોકામના પૂરી કરે છે.
પવન એક્સપ્રેસ
અહેવાલ ભીખાભાઈ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
