પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી.

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી આ આગના કારણે બાજુમાં પડેલ કેબીન પણ સળગી જવા પામ્યું હતું અને બળીને ખાખ  થઈ ગયું હતું,  દરમિયાન પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

પાલનપુરના ગુરુનાનક ચોકમાં આવેલ ગઠામણ દરવાજાને સાંકળતા માર્ગ  બાજુમાં નગરપાલિકાનું કચરા સ્ટેન્ડ છે જ્યાં કચરો નાખવામાં આવે છે, સોમવારે સવારના અગમ્ય કારણોસર એ કચરામાં આગ લાગી જતા બાજુમાં પડેલ લાકડાનું કેબીન આગની ઝપટમાં આવી ગયું હતું, અને જોત  જોતામાં કેબિન સળગી ગયું હતું આજુબાજુના વેપારીઓએ પાણીની ડોલો ભરીને આગ બુજાઓનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો તે દરમિયાન ફાયર વિભાગના ફાયર ફાઈટર આવી જતા તેમણે પાણીનો મારો  ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જાણવા મળતી માહિતી પ્રમાણે આ લાકડાનું કેબીન મોહમ્મદભાઈ બલોચ નું હતું જેવો ઘડિયાળ રીપેરીંગ કરવાના વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જેમનું ચાર માસ અગાઉ નિધન થયું હતું જોકે બળી ગયેલ કેબિનમાં કોઈ માલ સામાન હતો નહીં તેથી કોઈ વધારે નુકસાન થવા પામ્યું નથી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading