Title : મહેસાણા હાઇવે પર મશીન અકસ્માતથી બીજશોકથી 2 કામદારોનું મોત
Synopsis : મડાલી ગામની ફેબ હિન્દ કંપનીમાં હાઇડ્રો મશીન વીજલાઇનને અથડાઈ, બીજશોકથી 2 વર્કર્સનું ઘટનાસ્થળે મોત, 6ને હોસ્પિટલમાં ખસેડાયા. લઘાણજ પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ શરૂ.
મહેસાણાના મડાલી ગામ ખાતે હાઇવે વિસ્તારમાં આવેલ ફેબ હિન્દ નામની કંપની આવેલ છે. જેમાં ઇન્સ્ટ્રીયલ વહિકલનું મેન્ટેનશ કામ કરવામાં આવતું હતું. જ્યાં હાઇડ્રો મશીન કંપનીમાં પડ્યું હતું.તે અચાનક જ ઢાળમાં રગળતા આગળ જતાં વીજ લાઇનને અથડાયું હતું. જેનાથી મશીનમાં બીજ કરન્ટ પ્રસંયો હતો. કંપની માંથી દોડીને આવેલા વર્કરોએ મશીનને ધક્કો મારતા વીજ કરન્ટ લાગ્યો હતો.જેમાં બે વર્કરો ના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બીજા 6 લોકોને વધુ સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં લાઘનજ પોલીસે બનાવ અંગે અકસ્માતની ગુનો નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
– પ્રતિનિધિ દ્વારા
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
