જનતાને નવરાત્રિથી દિવાળી ભેટ: GST રીફોર્મ 2.0ની જાહેરાત, 12 અને 28%ના સ્લેબ નાબૂદ

જનતાને નવરાત્રિથી દિવાળી ભેટ: GST રીફોર્મ 2.0ની જાહેરાત, 12 અને 28%ના સ્લેબ નાબૂદ

કેન્દ્ર સરકારની દેશવાસીઓને મોટી ભેટ 22 સપ્ટેમ્બરથી જીવન જરુરિયાની ચીજવસ્તુઓ અને ગાડીઓ થશે સસ્તી – ભવિષ્યની પેઢીના જીએસટી રિફોર્મથી લોકોને ફાયદો થશે. દવાથી લઈને ભણતર  થશે સસ્તુ.

GST કાઉન્સિલની બેઠકમાં 5 ટકા , 18 ટકા અને સ્પેશ્યલ સ્લેબ જાહેર – પેકેજ  નમકીન, પાસ્તા,ચોકલેટ, કોફી, માખણ, ઘી પર લાગશે 5 ટકા જીએસટી-તો એર-કન્ડીશન, ટીવી , નાની કાર,સિમેન્ટ,દવાઓ પર  18 ટકા જીએસટી- તમાકુ, પીણાં અને લકઝરી વસ્તુઓ પર 40 ટકા GST લાગુ થશે.નાણામંત્રી સિતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 56મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. GST કાઉન્સિલે સામાન્ય માણસ, શ્રમ-સઘન ઉદ્યોગો, ખેડૂતો અને કૃષિ, આરોગ્ય અને અર્થતંત્ર માટે GST દરોમાં સુધારા કરીને તેમને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે.જીએસટી 2.0 રીફોર્મમાં 12% અને 28%ના દરોને દૂર કરીને વર્તમાન 4 સ્લેબને ઘટાડીને 3 કરવામાં આવ્યા છે.. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પરનો GST 18 અને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.. તો, વ્યક્તિગત જીવન વીમા પોલિસી અને વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસીઓ પર GSTમાંથી મુક્તિને મંજૂરી આપવામાં આવી છે..આ સિવાય દવાઓ પર GST 12 ટકાથી ઘટાડીને શૂન્ય કરાયો છે..  જ્યારે, ઘરગથ્થુ વસ્તુઓ પર હવે ફક્ત ૫ ટકા GST લાગશે.. તો, ઈલેક્ટ્રોનિક ઇપકરણો અને વાહનો પરનો GST દર 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે.. અત્રે નોંધનીય છે કે નવો GST દર આગામી 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે
વસ્તુ અને સેવા કર- GST પરિષદે સામાન્ય નાગરિક, શ્રમ પ્રધાન ઉદ્યોગો, ખેડૂતો અને કૃષિ, આરોગ્ય અને અર્થતંત્ર માટે GSTના દરમાં સુધારો કરી તેને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, સામાન્ય નાગરિક અને મધ્યમ વર્ગના ઉપયોગની ચીજવસ્તુઓ પર GST દર 18 અને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે તેમણે કહ્યું, GST પરિષદે વ્યક્તિગત જીવન વિમા પૉલિસીઓ અને ફૅમિલી ફ્લૉટર તથા વરિષ્ઠ નાગરિકો માટે પૉલિસીઓ સહિત વ્યક્તિગત આરોગ્ય વિમા પૉલિસીઓ પર GSTમાંથી છૂટને મંજૂરી આપી છે. આ તમામ ફેરફાર આ મહિનાની 22 તારીખે નવરાત્રિના પહેલા દિવસથી લાગુ થશે.
સુશ્રી સીતારમણે કહ્યું, 33 જીવનરક્ષક દવાઓ અને ઔષધીઓ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને શૂન્ય તથા કેન્સર અને દુર્લભ બિમારીઓ અને અન્ય ગંભીર બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી ત્રણ જીવનરક્ષક દવા પર જીએસટી પાંચ ટકા ઘટાડી શૂન્ય કરાયો છે.
નાણામંત્રીએ કહ્યું, વાળનું તેલ, સાબુની ટુકડીઓ, શૅમ્પુય, ટૂથબ્રશ, ટૂથપૅસ્ટ, સાયકલ, રસોડાનો સામાન અને અન્ય ઘરેલું સામાન પર હવે માત્ર પાંચ ટકા GST લાગશે. જ્યારે તમામ ભારતીય બ્રેડ પર GST દર શૂન્ય રહેશે.
ઉપરાંત નમકીન, ભૂજિયા, સોસ, પાસ્તા, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચૉકલેટ, કૉફી, કૉર્નફ્લેક્સ, માખણ અને ઘી જેવી ખાદ્ય વસ્તુઓ પર GST 12 કે 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.
નાણામંત્રીએ કહ્યું, એસી, 32 ઇંચના મોટા ટીવી, ડિશ વૉશિંગ મશીન, નાની કાર અને બાઈક જેવી વસ્તુઓ પર GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો છે. આ નિર્ણયથી શ્રમ સઘન ઉદ્યોગો અને ખેડૂતો તથા ખેતી ક્ષેત્રને લાભ થશે. ખેતીના ઉપકરણો પર પણ GST 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયો છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading