સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો
શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરે આ વર્ષે ગૌરવસભર ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. અડધા શતાબ્દીથી વધુ સમયથી આ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે કેળવણી, સંસ્કાર અને સમાજસેવાની મૂલ્યોને જીવન્ત રાખી રહી છે. આ પ્રસંગે મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ સાહેબે એક અનોખો સંકલ્પ જાહેર કર્યો છે કે સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી ૫૦ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવશે.
આ શ્રેષ્ઠ સંકલ્પની પ્રથમ કડી રૂપે, સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અધ્યાપિકા બહેનો તથા વિદ્યાર્થિની દીકરીઓએ ગણેશ ચતુર્થીના પાવન અવસરે સેવા અને ભક્તિની અનોખી ગાથા રચી. આ શુભ પ્રસંગે સ્વસ્તિક મહિલા કોલેજ પરિવાર શહેરના અનાથાશ્રમ તથા વૃદ્ધાશ્રમ ખાતે ગયો હતો. ત્યાં રહેલા નિરાધાર બાળકો તથા વૃદ્ધોને પરંપરાગત પ્રસાદ સ્વરૂપે મોદકનું વિતરણ કરવામાં આવ્યું.
જયારે દીકરીઓએ પોતાના હાથે પ્રેમથી મોદક અર્પણ કર્યા ત્યારે બાળકોના ચહેરા પર નિર્દોષ ખુશીના ફૂલો ખીલી ઉઠ્યા. વૃદ્ધાશ્રમમાં રહેલા વરિષ્ઠ નાગરિકો પણ આ પ્રસંગે પોતાની લાગણીઓને રોકી શક્યા નહીં અને સંસ્થાની આ અનોખી પહેલને આશીર્વાદ રૂપે શુભેચ્છાઓ આપી. સમગ્ર વાતાવરણ “ગણપતિ બાપ્પા મોરિયા” ના ગુંજતા જયઘોષથી ભક્તિભાવ અને આનંદથી છવાઈ ગયું.
આ સેવા પ્રવૃત્તિ દ્વારા સ્વસ્તિક પરિવારએ સમાજને એક જીવંત સંદેશ આપ્યો કે —
“સુખ-સંપત્તિ પોતાની સાથે રાખવાથી નહીં, પરંતુ તેને વહેંચવાથી અનેકગણું વધે છે.”
સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અધ્યાપિકા બહેનો અને દીકરીઓએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે. શિક્ષણ સાથે સાથે સેવા, સંસ્કાર અને સહાનુભૂતિના મૂલ્યો વિદ્યાર્થીજીવનમાં કેવી રીતે વાવવાના તેવું ઉત્તમ ઉદાહરણ આ સેવાયજ્ઞ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.
આ રીતે સંસ્થા પોતાની સુવર્ણ જયંતિને માત્ર એક ઔપચારિક ઉજવણી પૂરતી મર્યાદિત ન રાખી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે તેને યાદગાર બનાવશે.
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સંકળાયેલા તમામ સભ્યોનું મંતવ્ય છે કે શિક્ષણનું સાચું ધ્યેય માત્ર જ્ઞાન આપવાનું નથી પરંતુ સંસ્કાર અને સમાજપ્રત્યેની સંવેદનશીલતા જગાડવાનું છે. સુવર્ણ જયંતિ પ્રસંગે હાથ ધરાયેલા આ સેવા કાર્યો એ વાતને ચિતારતા છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply