ચંડીસરથી ખોડલા સુધીના માર્ગોના પહોળીકરણના કામનું ખાતમુહૂર્ત
પાલનપુર વિધાનસભા ક્ષેત્રમાં માર્ગ સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ વિકાસકાર્ય

પાલનપુર, તા. 26: પાલનપુર વિધાનસભા ક્ષેત્રમાં આજે ચંડીસર વિસ્તારને જોડતા મહત્વપૂર્ણ માર્ગોના પહોળીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ચંડીસર હાઇવેથી ખોડલા સુધીના રોડને હાલના 5.50 મીટરમાંથી વધારીને 7 મીટર તથા ચંડીસર એપ્રોચ રોડને 3.75 મીટરમાંથી વધારીને 7 મીટર પહોળો કરવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
માર્ગોના પહોળીકરણથી ચંડીસર તેમજ આસપાસના ગામોના ગ્રામજનો માટે પરિવહન વધુ સુગમ, સુરક્ષિત અને ઝડપી બનશે. આ વિકાસકાર્યથી સ્થાનિક લોકોને અવરજવરમાં સુવિધા મળવાની સાથે વાહનવ્યવહારની સમસ્યાઓમાં પણ ઘટાડો થશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી બબીબેન ચૌધરી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી બાદરસિંહ વાઘેલા, પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખશ્રી, ચંડીસર સીટના જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી રશ્મિબેન છાપિયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ચેહરભાઈ નાઈ, સંગઠનના પદાધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ચંડીસર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સારી માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ કામને મહત્વપૂર્ણ વિકાસકાર્ય તરીકે જોવામાં આવી રહ્યું છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
