મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર હોય કાર્યક્રમ અંતર્ગત ચક્લીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.

મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા મારું પણ એક ઘર હોય કાર્યક્રમ અંતર્ગત લુપ્ત થઈ રહેલ ચકલી ને બચાવવાંનું અભિયાન સતત 5 વર્ષ થી ચલાવવામાં આવે છે.અને સાથે કાળજાળ ગરમી માં અબોલ જીવ ને સરળતા થી પાણી મળી રહે તેવો એક પ્રયાસ કરી રહેલ ટીમ ગુજરાત ના વિવિધ સ્થળે 20,000 ચક્લીઘર અને 20,000 પાણી ના કુંડાનું વિતરણ નો શુભારંભ ” વડગામ ” તાલુકા મથકેથી કરવામાં આવ્યો.. આજે વડગામ તાલુકા મુકામે 1500 ચક્લીઘર અને 1500 પાણી ના કુંડા નું વિતરણ કરવા માં આવ્યો આજ ના કાર્યક્રમ માં દરેક સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા “.
મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ના ફાઉન્ડર મેમ્બર્સ ભૂપતસિંહ વકીલ દ્વારા જણાવવા માં આવ્યું કે તમામ સમાજ ના તમામ ધર્મ ના લોકો અમારી સાથે જોડાયેલા છે અમારી સાથે 401 મેમ્બર્સ ની ટીમ છે કુંડા અને ચકલી ઘર વિતરણ ના કાર્યક્રમ ની વડગામ થી શરૂઆત કરી છે. દાંતા, અમીરગઢ, ડીસા, દાંતીવાડા,થરાદ, સિદ્ધપુર, પાટણ, ખેરાલુ, અહમદાવાદ જેવા ગુજરાત ના વિવિધ સ્થળે ચક્લીઘર અને કુંડા વિતરણ ના કાર્યક્રમ કરી લોકો માં લુપ્ત થતી ચકલી બચાવવાં નો એક નાનકડો પ્રયાસ કરવા માં આવશે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
