સમગ્ર અરવલ્લી પ્રજાપતિ સમાજ ની એકતા અસ્મિતા પ્રગતિ માટે ની ચિંતન બેઠક ૧૧ પરગણા નું આયોજન કે.એન. હાઈસ્કૂલ મોડાસા જી અરવલ્લી ખાતે કરવામાં આવ્યું

સમગ્ર અરવલ્લી પ્રજાપતિ સમાજ ની એકતા અસ્મિતા પ્રગતિ માટે ની ચિંતન બેઠક ૧૧ પરગણા નું આયોજન કે.એન. હાઈસ્કૂલ મોડાસા જી અરવલ્લી ખાતે કરવામાં આવ્યું જેમાં ૧૧ ગોળ પરગણા નાં પ્રમુખ મહામંત્રી જીલ્લા કારોબારી ની ટીમ અને સમાજના સૌ યુવાનો યુવતીઓ માતાઓ વડીલો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાયૅ કમ ની શરૂઆત મસાલ પ્રજવલિત કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો સમગ્ર અરવલ્લી પ્રજાપતિ ની એકતા અસ્મિતા પ્રગતિ ના લોગોનુ અનાવરણ કરવામાં આવ્યું સેવા સંગઠન સમર્પણ ” હું છું અરવલ્લી પ્રજાપતિ સમાજ ” નો એક સૂર એક નારો ગુંજી ઊઠ્યો આપવામાં આવ્યો આ સાથે નવનિયુક્ત પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી સાથે અન્ય વિવિધ સેલનાં હોદેદારો અને કાયૅકતાઓ નું અને પૂર્વ હોદેદારોશ્રી ઓનું સન્માન કરવામાં આવ્યું ..


હું છું અરવલ્લી પ્રજાપતિ સમાજ નો મુખ્ય ઉદ્દેશ અરવલ્લી જીલ્લા ની શ્રેષ્ઠ શિક્ષણ નગરી મોડાસા ખાતે સમાજ નું જીલ્લા કક્ષાનું સમાજ ભવન શિક્ષણ ભવન નિર્માણ કરવાનો રહ્યો જેથી સમાજના તમામ યુવાન યુવતીઓ વિધાથીર્ઓ સામાન્ય શિક્ષણ થી લયને ઉચ્ચ શિક્ષણ પ્રજાપતિ સમાજ ભવનમાં રહી મેળવી શકે સાથે સાથે વિવિધ ગોળ પરગણા સમુહલગ્ન એક જ જગ્યાએ સમગ્ર જીલ્લા નાં એક જ સ્થળે યોજાઇ શકે જેથી સમાજની એકતા અને સંગઠન એક બને અને વિવિધ ગોળ નાં પ્રજાપતિ ( કુંભાર ) સમાજ ની દિકરીઓ દિકરાઓ એકબીજા ગોળ માં લગ્નગ્રંથિથી જોડાય અને સમગ્ર જીલ્લા માં પ્રજાપતિ સમાજ ની એકતા વધુ મજબૂત અને સશક્ત બની શકે તમામ ગોળ માં થતા વિવિધ સમુહ લગ્નોત્સવ નાં થતાં ખચૅ ની બચત થાય અને સમગ્ર પ્રજાપતિ સમાજ શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત ક્રાંતિ અને હરિયાળી થકી મજબૂત બને એવાં નવનિયુક્ત તમામ હોદેદારો નું મંથન સમગ્ર અરવલ્લી પ્રજાપતિ સમાજ ની આયોજિત ચિંતન બેઠક માં કરવામાં આવ્યું હતું…

સમાચાર ટાઈટલ… અરવલ્લી પ્રજાપતિ સમાજ ની ચિંતન બેઠક નું આયોજન સમાજના નવીન લોગો નું અનાવરણ…
અહેવાલ … હિરેન પ્રજાપતિ .. સાબરકાંઠા અરવલ્લી


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading