માં અંબા ની આરાધનાના પ્રતીક સમા ભાદરવી પૂનમનો મહા મેળો રંગે ચંગે યોજાઈ રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના ધામમાં માથું ટેકવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સેવા અર્થે પાલનપુરનું ‘બ્રધર્સ ચેરિટેબલ ગ્રુપ’ પણ જહેમત ઉઠાવી રહ્યું છે. માઇભક્તો ને અકસ્માત થી રક્ષણ માટે રેડિયમ ની પટ્ટી તેમજ બિસ્કિટ, પાણી અને ચોકલેટ થી સજ્જ બ્રધર્સ ચેરિટેબલ ગ્રુપ પદયાત્રીઓ ની સેવા કરી ધન્યતા ની લાગણી અનુભવી રહ્યું છે. આ પ્રસંગે જેહુલ ગુર્જર, અશ્વિન પ્રજાપતિ, જયદેવસિંહ પરમાર,ચૌધરી ધ્રુવ, સતિષ મકવાણા, ચૌધરી હિતેશ, ચૌધરી જીગર, ચૌધરી કિરણભાઈ,વિકાસ ચૌધરી, ફેનિલ પ્રજાપતિ, મેહુલ પ્રજાપતિ, આશિષ પ્રજાપતિ, તથા ગ્રુપ ના અન્ય સભ્યો એ કેમ્પ માં સેવા આપી ધન્યતા અનુભવી હતી.

Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
