પાલનપુર પાલનપુર શહેરમાં માનવતા નેવે મુકી લાશને કચરો ભરેલી ટ્રોલીમાં પાલનપુર સિવિલમાંથી સ્મશાન લઈ જવાની ઘટનાને હચમચાવી મુક્યા છે. સોમવારે બપોરે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાનું કચરાનું ટ્રેક્ટર આવ્યું .જે ટ્રેક્ટરમાં પહેલેથી જ થોડો કચરો હતો.|
બિનવારસી મૃતદેહની પૂર્વ પોલીસે સિવિલને વર્ધી આપી નિકાલ કરવાની સૂચના આપતા જ સ્વીપર સહિતના સ્ટાફ કચરાના ટ્રેકટરમાં મૃતદેહ નાખી રવાના થઈ ગયો
બેદરકારી: મૃતદેહને એમ્બ્યુલન્સ કે શબ વાહીનીની જગ્યાએ ટ્રોલીમાં મોકલી દીધો.
માનવીના મોત બાદ તેના મૃતદેહને આવી રીતે લઈ જવો કેટલો યોગ્ય છે.કચરાના ટ્રેકટરમાં લાશ લઈ જવામાં કર્મચારીઓમાં થોડી પણ માનવતા ન જોવા મળી.
પાલનપુર પૂર્વ પોલીસ મથકના સ્ટાફ દ્વારા 4 દિવસ પૂર્વે બિનવારસી મૃતદેહ લાવીને રાખવામાં આવ્યો હતો. આ મૃતદેહની અંતિમ ક્રિયા કરવાની કામગીરી પાલિકાની સેનીટેશન શાખાને કરવા વર્ધી અપાઈ હતી.
જેના પગલે સેનીટેશન શાખાનો સ્ટાફ પાલનપુર સિવિલમાંથી પેક કરેલા મૃતદેહને કચરાની ટ્રેક્ટર ટ્રોલીમાં રાખી સ્મશાન ગૃહ પહોંચી ખાડો ખોદી અંતિમ ક્રિયા સંપન્ન કરી હતી.લાપરવાહીની બાબત એ હતી કે પાલનપુર સિવિલ થી દિલ્હી ગેટ, ડીપી થઈ ટ્રેક્ટર 1.5 km દૂર ટ્રેક્ટર અંતિમ ધામ પહોંચ્યું હતું જ્યાં આખા રસ્તે મૃતકના પગનું તાળવું ખુલ્લું દેખાતું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply