શ્રી મિહિર પટેલે આદ્યશકિત મા અંબાના દર્શન કરી બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે પદભાર સાંભળ્યો
બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી મિહિર પટેલે આજથી ચાર્જ સંભળ્યો. વર્ષ- ૨૦૧૫ ની બેચના આઇ.એ.એસ અધિકારી શ્રી મિહિર પટેલે આજે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમનો હોદ્દો ગ્રહણ કર્યો હતો.
શ્રી મિહિર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.જેમની બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે બદલી થઈ છે. આજરોજ અંબાજી ખાતે મા અંબા ના દર્શન કરી તેઓ પાલનપુર ખાતે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમનો પદભાર સંભાળ્યો હતો. જ્યાં અધિકારીશ્રીઓ કર્મચારીઓએ તેમને ‘ટીમ બનાસ’ ના લીડર તરીકે તેમને આવકાર્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply