દાંતા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલક-ક્મ- કુકની નિમણુંક બાબત અરજીઓ મંગાવવામાં આવી

0

દાંતા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલક-ક્મ- કુકની નિમણુંક બાબત અરજીઓ મંગાવવામાં આવી

(માહિતી બ્યુરો,પાલનપુર)

સને.૨૦૨૪/૨૫ ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે દાંતા તાલુકાના કેન્દ્ર નં.૧૯૮ જાંબાફળી અને કેન્દ્ર નં. ૨૧૪ રબારીવાસ મ.ભો.યો.કેન્દ્રો ઉપર સંચાલક-ક્મ ચૂકની ફરજો બજાવવા સરકારશ્રીએ નિયત કરેલ ઉચક માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિયુક્તિ કરવાની છે. જેથી નીચે મુજબની લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમદેવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

૧.અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૦ વર્ષ કરતાં ઓછી નહી હોવી જોઈએ.
૨.સંચાલક-કમ-કુક તરીકે ગામની વ્યકિત જ પસંદ કરવામાં આવશે. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો અન્ય ધોરણ-૭ પાસ કરનાર વ્યક્તિને આ જગ્યાએ નિમવામાં આવશે.એક કુટુંબમાંથી ફક્ત એક જ વ્યક્તિને નિમણુંક આપવામાં આવશે.
૩.સંચાલક-કમ-કુક તરીકે ગામની વ્યકિત જ પસંદ કરવામાં આવશે.પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો અન્ય નજીકના ગામમાંથી લાયકાત ધરાવનાર ઉમેદવારને પસંદ કરવામાં આવશે.
૪.ઉમેદવાર વ્યક્તિ તંદુરસ્ત હોવી જોઈએ અને કોઈપણ રોગથી પીડાતી ન હોવી જોઈએ તે મુજબનુ તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
પ.મહિલા ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.જેમાં વિધવા,ત્યકતા,નિરાધાર મહીલાઓ તથા અન્ય મહીલાઓ તેમજ નબળા વર્ગની વ્યક્તિઓને તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને અગ્રતા આપવામાં આવશે.
૬.અરજદારે પોતાની તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અરજી ફોર્મ પર લગાડવાનો રહેશે.
૭.કોઈ ગુનાહીત પ્રવૃત્તિ કરેલ હોય કે તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય અથવા કોઈ અક્ષમ્ય કસુરદાર હોય અને પોલીસ ફરિયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેવી વ્યકિત ઉમેદવારી કરી શકશે નહી
૮.ઉમેદવાર સ્થાનિક સંસ્થા પંચાયત, નગર પાલિકા કે મહાનગર પાલિકામાં ચુંટાયેલ સાભ્ય જેવો હોદ્દો ન ધરાવતા હોવા જોઈએ તેમજ રાજય સરકાર કે કેન્દ્રસરકારના તાબાના જાહેર સાહસો હેઠળ પુરા કે ખંડ કાલીન સમયની કોઈપણ કરજ બજાવતા ન હોવા જોઈએ. ઉપરાંત નિવૃત્ત,રૂખસદ કે બરતરફ કરેલ હોય કે પછી વકીલાત જેવા વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વ્યકિત આ જાહેરાત માટે ઉમેદવારી કરી શકશે નહિ.
૯. ઉમેદવાર ઘંટી દવારા અનાજ દળવાના, સસ્તા અનાજની દુકાન, શાકભાજી, મરીમસાલા કે જલાઉ લાકડાનો વેપાર જેવા ધંધા સાથે સંકળાયેલ હોવા જોઈએ નહી.
૧૦. અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને તેઓને ગંભીર ગેરરીતીઓ કરવા બદલ છુટા કરેલ હોય તેવી વ્યક્તિઓ ઉમેદવારી કરી શકશે નહી.
૧૧. નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી દાંતા ખાતેથી ઓફીસના ચાલુ દિવસ દરમિયાન મેળવવાનું રહેશે.
૧૨. છુટા કરેલ સંચાલક-કમ-કુક છુટા કરવાના હુકમ સામે અપીલ કરે અને એપેલેટ કોર્ટ પુનઃસ્થાપિત કરવા હુકમ કરે તેવા સંજોગોમાં તે કેન્દ્ર ઉપર આપવામાં આવેલ નિમણૂંક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય રદ કરવામાં આવશે.

ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમુનામાં પુરતી વિગતો ભરી પોતાની અરજી સાથે નીચે મુજમના જરૂરી આધાર પુરાવા સામેલ રાખી ટપાલથી અગર રૂબરૂમાં જાહેર રજાના દિવસ સિવાય તેમજ મોડામાં મોડા તા.૨૭/૦૮/૨૦૨૪ના કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી દાંતા મુકામે ટપાલશાખાને મળે તે રીતે જમા કરાવી શકશે.સંચાલક-ક્મ કુક માટેની અરજી નિયત નમુના સિવાયના તેમજ મુદત બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.

અરજી સાથે નીચેના આધાર પૂરાવા રજૂ કરવાના રહેશે.
૧.જન્મ તારીખનો પુરાવો (એલ.સી.ની પ્રમાણિત નકલ).
૨.સારી ચાલ ચલગતનો પ્રતિષ્ઠીત આગવાનનો દાખલો
૩.શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ ૪.અનુભવના આધાર પુરાવા
પ.જાતી અંગેનું પ્રમાણપત્ર,
૬.ઉમેદવારે પોતાના પર કોઈ ગુન્હો નોધાવેલ ન હોવા અંગેનો પોલીસ સ્ટેશનનો અસલ દાખલો ૭.અરજી ફોર્મમાં એકરાર કર્યા અંગેના આધાર પુરાવા
૮. પરણીત સ્ત્રી ઉમેદવારે લગ્ન કર્યા અંગેના પ્રમાણપત્રની નકલ
૯.તંદુરસ્તી અંગેનું તાજેતરનું ડોકટરી પ્રમાણપત્ર ૧૦.બી.પી.એલ.નો સ્કોરવાળો દાખલો (જો હોય તો)
૧૧.રેશનકાર્ડની પ્રમાણિત નકલ રજુ કરવાનું રહેશે.
ઉમેદવારોની રૂબરૂ ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવેથી પોતાના સ્વખર્ચે નિયત સ્થળે અને સમયે જાતે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેશે.નિયત અરજીફોર્મ મામલતદાર કચેરી દાંતા ખાતેથી મેળવીને અરજી કરનારની અરજી માન્ય રહેશે એવું મામલતદારશ્રી દાંતાની અખબારી યાદીમાં જણાવાયું છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading