બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દર રવિવારે પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર જઈને ગરીબ, ભિક્ષુકો, જરૂરિયાતમંદ લોકો તેમજ બાળકોને ભોજન પૂરું પાડવાનું ઉત્તમ કાર્ય કરે છે.
“જેમ ભૂખ્યાને કોઈ જાતિ કે ધર્મ નથી હોતો, તેમ સેવા કે દાન-પુણ્ય કરવા માટે પણ કોઈ જાતિ કે ધર્મ બંધનકર્તા નથી હોતો” – આ વાતને સાર્થક કરતા આજે બે મુસ્લિમ ભાઈઓ તરફથી ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદમાં ઘૂઘરા અને ચટણી આપવામાં આવ્યા હતા.
આજના આ સુંદર અને કોમી એકતાના આયોજન બદલ બજરંગીસેના સેવા ટ્રસ્ટ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ઈશ્વર તેમની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાથના કરે છે. આ ભાઈઓ દ્વારા આજે જે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, તે જ રીતે તેઓ ભવિષ્યમાં પણ સેવાકાર્ય દ્વારા માનવતા મહેકાવતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading