Title : અમેરિકામાં આયાત થયા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ઈમ્પોર્ટ ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત
કેનેડા, મેક્સિકો અને ચીનને ટેરિફ આંચકા આપ્યા બાદ હવે આડકતરી ફરી ટ્રમ્પે ભારત સહિતના દેશ પર બોજો લાદ્યો છે.
અમેરિકાના નવા વડા ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ એક બાદ એક સપાટો બોલાવ્યો છે. તબક્કાવાર દરેક વેપાર પ્રતિસ્પર્ધી સામે ટ્રમ્પ ટેરિફ યુદ્ધ છેડી રહ્યાં છે. અત્યાર સુધી દેશ પ્રમાણે તેઓ ટેક્સ લાદતા હતા પરંતુ હવે ટ્રમ્પે ઈમ્પોર્ટ થતી પ્રોડક્ટો પર ટેક્સ લાદીને સૌને ચોંકાવ્યા છે.
કેનેડા, મેક્સિકો અને ચીનને ટેરિફ આંચકા આપ્યા બાદ હવે આડકતરી ફરી ટ્રમ્પે ભારત સહિતના દેશ પર બોજો લાદ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સહિત અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. સોમવારે ભારતીય સમય અનુસાર મોડી રાત્રે આ અંગે વિગવાર જાહેરાત કરવામાં આવશે. ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. મેક અમેરિકા ગ્રેટ અગેઈનના નિર્ધાર સાથે ટ્રમ્પે ફરી ઉચ્ચાર્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં અમેરિકાને કોઈ નુકસાન થવા દેવા માંગતા નથી. સરકાર અને અમેરિકન આયર્ન એન્ડ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, યુએસ સ્ટીલ આયાતના સૌથી મોટા સ્ત્રોત કેનેડા, બ્રાઝિલ અને મેક્સિકો છે. ત્યારબાદ વિયેતનામ અને દક્ષિણ કોરિયાનો ક્રમ આવે છે. કેનેડા અમેરિકામાં એલ્યુમિનિયમનો સૌથી મોટો સપ્લાયર છે, જેની અમેરિકાની કુલ આયાતમાં 79 ટકા હિસ્સો છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ લાદવામાં આવી હતી, પરંતુ બાદમાં કેનેડા, મેક્સિકો અને બ્રાઝિલ સહિત ઘણા વેપારી ભાગીદારોને ડ્યુટી-ફ્રી રાખવાની જાહેરાત કરી હતી. મેક્સિકો એલ્યુમિનિયમ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ એલોયનો મુખ્ય સપ્લાયર છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply