કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલા લેવા બાબત
બનાસકાંઠા જિલ્લામાં આગામી ૨૬ થી ૨૮ ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ,અમદાવાદના જણાવ્યા અનુસાર અત્રેના બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.૨૬/૧૨/૨૦૨૪ થી તા.૨૮/૧૨/૨૦૨૪ સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે. જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમ્યાન પલળી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.
આ સાથે જિલ્લાના ખેડૂતોએ પાકના રક્ષણ માટે કેટલાક તકેદારીનાં પગલા લેવા જરૂરી છે. ખુલ્લા અનાજને કે ચારને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનુ પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો સહિતની તકેદારીઓ રાખવા બનાસકાંઠા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply