181 અભયમ મહિલા હેલ્પલાઇન બનાસકાંઠા પાલનપુર દ્વારા રંગોલી દ્રારા હિંસા મુક્ત મહિલા નો સંદેશો અપાયો.
દિવાળી અને નૂતનવર્ષે સંદેશા આપવામા આવે છે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ ના કાઉન્સેલર કોમલબેન પ્રણામી તથા મીતલબેન ખરા દ્વારા વિવિઘ રંગોળી દ્વારા હિંસા મુકત મહિલા નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિની ઓ સામે કોઈપણ પ્રકારની હિંસા કે હેરાનગતિ કરવામાં આવે તો ૨૪ ક્લાક વિના મૂલ્યે સેવા આપતી અભયમ હેલ્પ લાઇન નો સંપર્ક કરવા હિમાયત કરવામાં આવી હતી.
નૂતન વર્ષે અભયમ ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા, બચાવ અને માર્ગદર્શન માટે કટિબદ્ધ બની સેવા આપવા મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply