WRએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધો લાદયો
પશ્ચિમ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડનું સંચાલન કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.
આગામી તહેવારોની મોસમમાં ભારે ભીડ થવાની સંભાવનાને જોતાં પશ્ચિમ રેલવેએ મુસાફરોની મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવા માટે મુંબઈ ડિવિઝનના પસંદગીના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધો લાદી દીધા છે. પશ્ચિમ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડનું સંચાલન કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.
આ સ્ટેશનોમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, વસઈરોડ, વાપી, વલસાડ, ઉધનાઅને સુરતનો સમાવેશ થાય છે. દિવાળીના તહેવાર અને છઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ 8મી નવેમ્બર સુધી લાગુ થશે. એ જ રીતે મધ્ય રેલવેએ પણ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ, થાણે, કલ્યાણ, પુણેઅને નાગપુર સ્ટેશનો સહિત પસંદગીના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધો લાદી દીધા છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply