Pavan Express News

Pavan Vege Prasarta Samachar

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત,બે પુરુષો અને એક બાળકનું નિધન

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત

ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક ડ્રાઇવરનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ જતાં ખાઈમાં પડી હતી, જેના કારણે ગમખ્વાર  અકસ્માત સર્જાયો હતો, અચાનક થયેલ અકસ્માતથી આજુબાજુ આવતા વાહનોએ તાત્કાલિક અસરથી રોકી દેવાયા હતા, અને 108 ને બોલાવી સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક અસરથી પ્રવાસીઓને બહાર નીકળવામાં આવ્યા હતા. જેમાં 108 ટોડિયા, દાંતા, સતલાસણા, પાલનપુર, અંબાજી તમામ સ્થળ ઉપર હાજર રહી ઘાયલોની મદદ કરી હતી, અને અતિ ઘાયલોને અંબાજી, દાતા અને પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અંદાજે ત્રણના મોત થયા હોવાનું અને એક અતિ ગંભીર છે અને અન્ય ગંભીર હાલત માં લોકોને તાત્કાલિક અસરથી સારવાર ચાલી રહી છે.

દાંતા ત્રિશુળીયા ઘાટ અકસ્માત મામલો

અંદાજીત 60 જેટલા મુસાફરો બસમાં હતા સવાર

દાંતા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 52 લોકોને પાલનપુર વધુ સારવાર અર્થે ખસેડાયા

અત્યાર સુધી બે પુરુષો અને એક બાળકનું નિધન

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમો તૈનાત કરાઈ

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ ઘટના સ્થળે લીધી મુલાકાત

ઘાયલોને સઘન સારવાર માટે જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading