ફરી એકવાર આંખો, કીડની અને લિવરનું સફળ અંગદાન – જીવ બચાવવાના યત્નને હંમેશની પ્રતિબદ્ધતા
માવજત હોસ્પિટલ, પાલનપુર,એ ફરી એકવાર આંખો, કિડની અને લિવર દાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે નાનું નહીં પરંતુ જીવનદાન સમાન કાર્ય છે. આ દાનની પ્રક્રિયા દ્વારા જરૂરી દર્દીઓને જીવન બચાવવાની મોટી તક મળી છે, જે માવજત હોસ્પિટલની નિશ્ચિત પ્રતિબદ્ધતા અને તબીબી કૌશલ્યનો પ્રતિબિંબ છે.
હૉસ્પિટલમાં આ પહેલા પણ આંખો, કીડની અને લિવર દાનની પ્રક્રિયાઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે, અને આ યાત્રામાં વધુ એક સિદ્ધિ ઉમેરવામાં આવી છે. માવજત હોસ્પિટલની વિશિષ્ટ તબીબી ટીમે આ દાનની પ્રક્રિયાઓને સુગમ અને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
68 વર્ષીય દર્દી શ્રીમતી મધુબેન હરિશભાઈ હારાણી (મહેશ્વરી સમાજ, પાલનપુર), જેઓ 20/09/2024 ના રોજ સાંજે 08:00 વાગ્યે બ્રેઇન સ્ટ્રોકને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 22/09/2024 ના રોજ સવારે 06:00 વાગ્યે મસ્તિષ્કમૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું. તેમના પરિવારજનો દ્વારા માનવતાના ભાવથી આંખો, કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું, જે અન્ય જરૂરી દર્દીઓ માટે જીવનદાન સમાન સાબિત થશે.
આ મહાન કાર્યમાં અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા માનનીય શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા ની પ્રેરણા અને માર્ગદર્શન થકી માનાભાઈ પટેલ , અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા નીસંકલન ટીમનો મહત્વનો સહકાર મળ્યો છે, જેમણે હંમેશા અંગદાનની જાગૃતિ ફેલાવવા અને કઠણ પરિસ્થિતિમાં પણ સહકાર આપવાનો અવિરત પ્રયાસ કર્યો છે. માવજત હોસ્પિટલ તેની તબીબી ટીમ ડૉ. જીતેશ અગ્રવાલ – ન્યુરો ફિઝિશિયન, ડૉ. કાર્ણિક મામતોરા – ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ડૉ. સુદીપ પટેલ – નેફ્રોલોજિસ્ટ અને ડૉ. દિશાંત વૈદ – એનેસ્થેટિસ્ટ, કાઉન્સેલિંગ સ્ટાફ, અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા સાથે મળીને આ અત્યંત મહત્વપૂર્ણ પ્રત્યક્ષ દાનની પ્રક્રિયા સુગમ બનાવી.
મધુબેનના પરિવારનો વિશેષ આભાર:
મધુબેન હારાણીના પરિવારજનોના મહાન ત્યાગ અને માનવતાના ભાવથી આ દાન શક્ય બન્યું. તેમના આ અમૂલ્ય નિર્ણયથી, બીજા દર્દીઓને જીવ બચાવવાની નવી તક મળી છે.
આ આંખો, કીડની અને લિવર દાન દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળ્યું છે, અને આ પ્રશંસનીય કાર્ય અનેક લોકોને દાન માટે પ્રેરણા આપે છે. માવજત હોસ્પિટલ હંમેશાં માનવતાના મૂલ્યો અને ઉચ્ચ તબીબી સેવાઓ પ્રદાન કરવાના મિશન સાથે આગળ વધતી રહી છે.
અંગદાન દ્વારા, માવજત હોસ્પિટલ આરોગ્યક્ષેત્રમાં માનવ સેવા માટેની તેની વચનબદ્ધતાને ફરીવાર સાબિત કરી રહી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply