Pavan Express News

Pavan Vege Prasarta Samachar

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ ની આગાહી

 હવામાન વિભાગની આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદની આગાહી

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ ની આગાહી

હવામાન વિભાગે આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે.

જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, કચ્છ, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને આણંદ મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાયના જિલ્લામાં સામાન્ય વરસાદ રહી શકે છે તેમ હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે.

રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. તેને લઈ ખેડા જિલ્લામાં આજે તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આજે બંધ રહેશે.

સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું, કોઈ આકસ્મિક ઘટના ન બને તેને ધ્યાનમાં લઈ અને સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.રાજ્યભરમાં ગઈકાલથી વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં 182 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સાડા 10 ઈંચથી વધુ વરસાદ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં નોંધાયો.

તો પાટણના નવ તાલુકા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોધાયો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ સિદ્ધપુર, પાટણ અને સરસ્વતી પંથકમાં થયાના અહેવાલ છે.

પંચમહાલના ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં ગત 12 કલાકમાં જિલ્લાના તમામ સાત તાલુકામાં થઈ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો.

પાનમ બંધમાં પાણીની વધુ આવક થતાં બંધનો એક દરવાજો એક મીટર ખૂલ્લો કરી બંધમાં પાણી છોડાયું. પાનમ નદીમાં પાણી છોડાતા પાનમ નદી કિનારાના ગામોને પણ સાવચેત કરાયા.

બનાસકાંઠાના વડગામમાં ગત 24 કલાકમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ થયો. જ્યારે મુખ્યમથક પાલનપુરમાં ચાર ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે.

ખેડાના મહેમદાવાદમાં સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો. જ્યારે બનાસકાંઠાના ભાભરમાં સવા ત્રણ ઈંચથી વધુ, આણંદના ઉમરેઠમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો.

સાબરકાંઠાના પ્રાંતિજ, સલાલ અને હિંમતનગર વિસ્તારમાં ડાંગરનું મોટાપાયે વાવેતર થાય છે. હવે વિસ્તારમાં બાસમતી ડાંગરનું વાવેતર શરૂ કરાયું છે.

ડાંગ જિલ્લાની અંબિકા, પૂર્ણા ,ખાપરી અને ગિરા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.જિલ્લાના છ જેટલા મુખ્ય માર્ગ પર ઓવર ટોપિંગને કારણે માર્ગ બંધ કરાયા છે.

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન આહવામાં 3 ઇંચ, વઘઇમાં 4 ઇંચ, સુબીરમાં 3.6 ઇંચ, સાપુતારામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading