Public Speaking ઉપર તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું.
સર્વે વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત એસ. વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા તા. 17/07/2025 ના ગુરુવારના રોજ B.Ed ના તાલીમાર્થીઓ માટે “Personality Development” કાર્યક્રમ અંતર્ગત “From Silence to Stage: The Art of Public Speaking” વિષય પર એક વિશેષ સત્ર યોજાયું.આ સત્રના રિસોર્સ પર્સન તરીકે Children’s Research University, ગાંધીનગર ના પ્રખર પ્રાધ્યાપક ડૉ. કૃણાલ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તાલીમાર્થીઓને જાહેર ભાષણની કલાની સમજ આપી હતી અને ખાસ કરીને સ્ટેજ ફિયર દૂર કરવાનો માર્ગ દર્શાવ્યો હતો. ઉપરાંત, આત્મવિશ્વાસના વિકાસ, અવાજના યોગ્ય ઉપયોગ, શારીરિક ભાષા (Body Language) તથા રજૂઆતની અસરકારક પદ્ધતિઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
ડૉ. પંચાલે વિવિધ જીવનપ્રેરક ઉદાહરણો અને સક્રિય પ્રવૃત્તિઓ દ્વારા તાલીમાર્થીઓને પ્રેરણા આપી, જેને વિદ્યાર્થીઓએ ખૂબ પસંદ કર્યું હતું. તેમની અનોખી અને જીવંત રજૂઆત શૈલીએ સમગ્ર સત્રને જીવન્ત બનાવી દીધું હતું.
આ કાર્યક્રમનું સફળ સંકલન ડૉ. તેજસ ઠક્કર દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply