બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપુતની પસંદગી કરવામાં આવી હતી જેના પગલે આજરોજ પાલનપુરમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત પૂજા પાઠ કરી ગુલાબસિંહ રાજપૂતે પદગ્રહણ કર્યું હતું
જેમાં ઉપસ્થિત લોકોએ ફૂલહાર શ્રીફળ આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ પટેલ સમાજની વાડીમાં ગુલાબસિંહ રાજપુતનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશનું નેતૃત્વ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં ગુલાબસિંહ રાજપૂતે આગામી દિવસોમાં આગેવાનો અને કાર્યકર્તાઓને સાથે રાખી પાર્ટીને મજબૂત કરવાની હાકલ કરી હતી..
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply