થરાદ ના જામપુરા ગામના દિનેશભાઈ પ્રજાપતિ અભિનય ક્ષેત્રે નામના મેળવી 80 જેટલી સીરીયલો માં અભિનય કર્યું.
થરાદ તાલુકાના જામપુરા ગામના યુવક જેવો નાનપણથી જ અભિનય કલાક ક્ષેત્રે આગળ વધવાની ધગજ ધરાવતા હતા તેઓ માત્ર આઠ ધોરણ સુધી અભ્યાસ કરી સુરત હીરા ઘસવા ગયેલા જ્યાં તેમણે અભિનયમાં નસીબ અજમાવતા તેમનું નસીબ ચમકી ઉડ્યું હતું
શરૂઆતના દિવસોમાં સંઘર્ષ થતો હોય તેમ સંઘર્ષ કરી ધીમે ધીમે પોતાની કારકિર્દીમાં સફળતા મેળવતા ગયા અને અત્યાર સુધી નાના મોટા રોલ કરી 80 થી વધુ સીરીયલોમાં પોતાની ભૂમિકા ભજવી છે જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી પ્રખ્યાત સીરીયલમાં અભિનય કરવાનું સપનું પણ સાકાર થયું છે અને જામપુરા ગામના દિનેશભાઈ ભુરાભાઈ પ્રજાપતિએ અભિનયમાં સફળતા મેળવી
ધોરણ આઠ સુધી ભણેલા દિનેશભાઈ શરૂઆતમાં youtube રીલ્સ અને શોર્ટસ વિડીયો બનાવતા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેમની પ્રથમ ક્રાઈમ પેટ્રોલ સીરીયલમાં અભિનય કરવાની તક મળી હતી
ત્યારબાદ કુમકુમ ભાગ્ય સહિત 80 થી વધુ સિરિયલોમાં તેમજ અક્ષય કુમારની લક્ષ્મી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે દિનેશભાઈએ આ પોતાનો શ્રેય તેમના માતા પિતા ગુરુજી ગુરુદેવ અને ભગવાનને કૃપા ગણી હતી અને તેમના આશીર્વાદથી જ તેઓ નું સપનું સાકાર થયું છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply