સ્વસ્તિક મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી. .
ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુરમાં ગુરુપૂર્ણિમા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. જેની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના અધ્યાપિકા બેન આરજુબેન પટેલ દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ દીકરીઓને ઉદબોધન આપવામાં આવ્યું. અને આ કાર્યક્રમમાં વક્તુત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી7 જેમાં 1 થી 3 નંબર મેળવેલ દીકરીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી. આ કાર્યક્રમમાં સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ નેહલબેન પરમાર તથા તમામ અધ્યાપિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોગ્રામ નું માર્ગદર્શન સંસ્થાના પ્રમુખશ્રી આર એમ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું


Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply