શ્રી ગોદડભાઈ સાગરાસણીયા સ્મૃતિ વ્યાખ્યાન માળા, પુસ્તક વિમોચન અને વિશિષ્ટ પ્રતિભા સન્માન કાર્યક્રમ સિલ્વર બેલ્સ સ્કૂલ પાલનપુર ખાતે યોજાયો
(પવન એકસપ્રેસ)
શ્રી ગોદડભાઈ સાગરાસણીયા સ્મૃતિ વ્યાખ્યાન માળા
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા સંલગ્ન બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા તારીખ 15/ 6 /2025 રવિવારના રોજ સિલ્વર બેલ્સ સ્કૂલ, પાલનપુર ખાતે ત્રિઆયામી કાર્યક્રમનું આયોજન થયું. જેમાં, કાર્યક્રમના પ્રથમ તબક્કામાં આદરણીય સ્વ શ્રી ગોદડભાઈ સાગરાસણીયા સ્મૃતિ વ્યાખ્યાન માળા મણકો -૨, બીજા તબક્કામાં “ત્યારે માનવતા મહેકી ઉઠી” પુસ્તકનું વિમોચન અને વિશિષ્ટ પ્રતિભાઓ નું સન્માન ત્રીજા સોપાન તરીકે યોજાયુ.
આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં, અધ્યક્ષ સ્થાને શ્રી ભરતભાઈ પ્રજાપતિ, સારથી પરિવાર પાટણ અને પાલનપુર, મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રોજગાર અધિકારી શ્રી મુકેશભાઈ પ્રજાપતિ, અતિથિ વિશેષ તરીકે શ્રી મેહુલભાઈ પ્રજાપતિACF, પાલનપુર, પુસ્તકના વિમોચક શ્રી હરિભાઈ કે પ્રજાપતિ, પૂર્વ મામલતદાર, વ્યાખ્યાનના મુખ્ય વક્તા શ્રી દિનેશભાઈ પ્રજાપતિ, નેશનલ મોટીવેશનલ ટ્રેનર અને બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિના સદસ્યો તથા જિલ્લાના પ્રજાપતિ ભાઈઓ બહેનો સહિત આશરે 200 જેટલા શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા.
સદર કાર્યક્રમની શરૂઆત અમદાવાદ ખાતે ઘટેલ ગોઝારી વિમાન અકસ્માત ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કરવામાં આવી. પ્રારંભમાં શ્રી શંકરભાઈ કે પ્રજાપતિ, પૂર્વ પ્રમુખશ્રી પ્રજાપતિ કેળવણી મંડળના હસ્તે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં હાજર મહેમાનો પણ જોડાયા. ત્યારબાદ કાર્યક્રમના પ્રથમ સોપાન એટલે કે વ્યાખ્યાનમાળા મણકો 2 ના અધ્યક્ષ તરીકે ભરતભાઈની વિલંબિત ઉપસ્થિતિમાં શ્રી કનુભાઈ કે વાવડીયા અને વક્તા શ્રી દિનેશભાઈ વાવડીયા મંચસ્થ થયા. દિનેશભાઈએ આજે પોતાના વ્યાખ્યાનના શીર્ષક “મારો સમાજ મારું ઉત્તરદાયિત્વ” દ્વારા ખૂબ જ હૃદય સ્પર્શી રજૂઆત કરી જેમાં તેઓશ્રીએ કહ્યું મારો એટલે કે મારાપણું શું હોય!! હું….. મારો પરિવાર…… મારો સમાજ……. મારું રાષ્ટ્ર વગેરે વગેરે…… આદરણીય શ્રી ગોદડભાઈ સાગરાસણીયા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉદાહરણ દ્વારા હૃદય સ્પર્શી વિચારો રજૂ કર્યા. તેઓ શ્રી એ કહ્યું કે દરેક પ્રજાપતિ ભાઈ બેહેન સમાજ પ્રત્યે લાગણીથી, જવાબદારીથી, શિસ્ત અને સભ્યતાથી જો વર્તે તો આ સમાજ ચોક્કસપણે ટૂંકા ગાળામાં અન્ય સમાજની જેમ ખૂબ પ્રગતિ કરી શકે. ઉત્તરદાયિત્વ સમજાવતા તેઓ શ્રીએ કહયું કે આપણે જ્યારે સમાજની વાત આવે ત્યારે હર હંમેશ સમયસર અને પૂર્ણ ક્ષમતાથી પ્રદાનપ્રદાન કરતા રહેવું જોઈએ.
તેઓ શ્રી એ પણ જણાવ્યું કે બનાસકાંઠા પ્રજાપતિ સમાજના કાર્યક્રમો નિશંકપણે બિરદાવા લાયક હોય છે.
ત્યારબાદ મહેમાનો મંચસ્થ થયા અને જિલ્લા સંઘ સમિતિના અધ્યક્ષ શ્રી જે બી પ્રજાપતિ સાહેબે મહેમાનોને આવકાર્યા અને સર્વે મહેમાનોને સાલ ઓઢાડી સન્માનિત કર્યા.
કાર્યક્રમના બીજા સોપાન તરીકે મુરબ્બી શ્રી નાથાલાલ પ્રજાપતિ લીખિત પુસ્તક “ત્યારે માનવતા મહેકી ઉઠી”નું વિમોચન શ્રી હરિભાઈ કે પ્રજાપતિ, પૂર્વ મામલતદાર મહીસાગર ના હસ્તે કરવામાં આવ્યુ, અને પુસ્તકની ટૂંકી ઝલક શ્રી જેબી પ્રજાપતિએ રજૂ કરી. સાથે સાથે શ્રી નાથાલાલ પ્રજાપતિએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા.
કાર્યક્રમનો ત્રીજો તબક્કો એટલે, વિશિષ્ટ પ્રતિભાવો નું સન્માન. જેમાં જિલ્લાના ત્રણ નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. સર્વપ્રથમ શ્રી બાબુભાઈ ચડોખીયા, મહામંત્રી શ્રી જિલ્લા પ્રજાપતિ સમિતિ ને વશિષ્ઠ સન્માન પત્ર અને શાલ ઓઢાડી, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પ્રજાપતિએ સન્માનિત કર્યા. શ્રી જગદીશભાઈ ઝાલોરિયા તથા શ્રી ભીખાભાઈ પ્રજાપતિ ને પણ શાલ અને સન્માનપત્રથી સન્માનિત કર્યા. આજના કાર્યક્રમમાં સમાજ માટે વિશિષ્ટ પ્રદાન કર્યું હોય એવા આઠ શિક્ષક મિત્રો; શ્રી ખેમાભાઈ એલ પ્રજાપતિ, શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ, શ્રી ભરતભાઈ પ્રજાપતિ, શ્રી રમેશભાઈ પ્રજાપતિ, શ્રી નરેશભાઈ જલોરીયા, શ્રી ભુપેન્દ્રભાઈ વાવડીયા, શ્રી કનુભાઈ પ્રજાપતિ, શ્રી અંબાલાલ પ્રજાપતિ અને ફિલ્મ આર્ટિસ્ટ અતુલભાઇ પ્રજાપતિને સન્માન પત્ર તથા સાલથી સન્માનિત કર્યા
આજના મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ પ્રજાપતિ પોતાના સમાજ પ્રત્યેના લાગણી ભીના વિચારો વ્યક્ત કર્યા સાથે શ્રી મેહુલભાઈ પ્રજાપતિ એસીએફએ પણ પોતે સમાજ માટે હર હંમેશ મદદ માટેનુંવચન આપ્યું અને શ્રી બાબુભાઈ ચડોખીયાએ સમાજના વિકાસ માટે સભાને આહવાન કરતાં જણાવ્યું કે સમાજ ના વિકાસ માટે કાર્યકરો અને દાતાઓ હર હંમેશ આગળ આવે તે જરૂરી છે. છેવટે ધર્મેશભાઈએ અધ્યક્ષીય પ્રવચન કરતા સમાજ માટે હર હંમેશ ઢાલ બનીને ઊભા રહેવાનું વચન આપ્યું અને શ્રી ખેમાભાઈએ આભાર વિધિ કરી
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. સુરેશ એચ પ્રજાપતિ, શિક્ષણ સંયોજક બનાસકાંઠા જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિએ સંભાળ્યું. અંતમાં સૌને પુસ્તક તથા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા તૈયાર કરેલ વસ્તી ગણતરી સંદર્ભ બાબતે જાગૃત કરતી સંદેશ પત્રિકા આપીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply