ચેક રીર્ટનના કેસમાં, આરોપીને વડગામની કોર્ટે કરેલ બે વર્ષની સજા અને ચેકની રકમ રૂ।. ૧૨,૫૦,૦૦૦/- ચુકવી આપેલ કરેલ હુકમ.
આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી વિનોદ નવરતનમલ જૈન, રહે. વડગામ વાળાએ વિરેનકુમાર મહેન્દ્રભાઈ શાહ, રહે. વડગામ, તા. વડગામ, જી.બનાસકાંઠા ને ધંધાકીય વિકાસ માટે રૂા. ૧૨,૫૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ હતા અને તે પૈસાની પરત ઉઘરાણી કરતાં તેમને ચેક ફરીયાદીને આપેલ હતો અને તે ચેક બેન્કમાં જમા કરાવતાં તે ચેક પરત આવતાં ફરીયાદીએ તેમના વકીલશ્રી મારફત કાયદેસરની નોટીસ આપી, નોટીસનો સમય પુર્ણ થયા બાદ પણ તેઓએ ચેકના નાણાં ફરીયાદીને ન ચુકવી આપતાં તેમની સામે વડગામના મહે. જયુડી. મેજી. ફ.ક. સાહેબશ્રીની કોર્ટમાં ક્રિમી. કેસ નં. ૧૦૨૨/૨૦૨૩ થી ચેક રીર્ટનો કેસ દાખલ કરેલ અને તે કેસ ચાલી જતા ફરીયાદપક્ષના પુરાવા તેમજ ફરીયાદપક્ષના વકીલશ્રી બાબુસિહ બી. સોલંકીની દલીલો ઘ્યાને લઈ વડગામના મેજી.સાહેબશ્રી આર. એચ. ચૌહાણે તા. ૨૩/૪/૨૦૨૫ ના રોજ વિરેનકુમાર મહેન્દ્રભાઈ શાહ, રહે. વડગામ વાળાને બે વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૂા.૧૨,૫૦,૦૦૦/ ફરીયાદીને વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કરેલ અને જો ચેકની રકમ વળતર પેટે ન ચુકવી આપે તો છ માસની વધુ સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply