ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા
વડગામ તાલુકાના વણસોલ નજીક દસ વર્ષ અગાઉ કારની સાઇડ આપવા બાબતે પિતા અને બે પુત્રોએ કાર ચાલક ઉપર હુમલો કર્યો હતો. આ કેસ પાલનપુરની ડિસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે ત્રણેય હુમલાખોરોને ત્રણ વર્ષની સજા અને રૂપિયા 5 હજારના દંડનો હુકમ કર્યો હતો.
ઘોડીયાલના જયંતિભાઇ દલસાભાઇ પ્રજાપતિ તા. ૧૦.૦૪.૨૦૧૫ ના દિવસે ગાડી લઇ પાલનપુરથી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે વણસોલ નજીક ઘોડીયાલના જ ઇશ્વરભાઇ સાંકળચંદ સુથાર, તેમના પુત્રો ભરતભાઈ અને વિક્રમભાઇ મેવાડાએ તેમની કાર રોકવી હતી. અને કેમ સાઇડ આપતા નથી તેમ કહી ધારીયું, ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં જયંતિભાઇને ગંભીર ઇજા થઇ હતી. આ અંગે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પાલનપુરની ડિસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એસ. કે. બક્ષીએ સરકારી વકીલ દિનેશ એચ. છાપીયાની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને તકસીર વાન ઠેરવ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply