સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુર માં આર બી આઇ આયોજીત કવીઝ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

0

સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુર માં આર બી આઇ આયોજીત કવીઝ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આર આર મહેતા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઓફ કોમર્સ પાલનપુર માં સપ્ટેમ્બર મહિનામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યોજાનાર ક્વિઝ માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશન અને માર્ગદર્શન માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં bank of baroda ના અધિકારી શ્રી હેમંત ગાંધી રૂબરૂ હાજર રહી બીએસસી અને એમએસસીના અંદાજિત 150 વિદ્યાર્થીઓને આ ક્વિઝ માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ ક્વિઝ અંગેના નીતિ નિયમોથી માહિતગાર કર્યા આ કાર્યક્રમમાં કોલેજના કેરિયર કાઉન્સિલિંગ અને પ્લેસમેન્ટ સેલના કન્વીનર ડોક્ટર કે સી પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ ક્વિઝ હરીફાઈ માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યોજાનાર આ ક્વિઝ માટે રાજ્યકક્ષાએ વિજેતા થનાર ટીમને અનુક્રમે પાંચ લાખ 4 લાખ અને ત્રણ લાખના ઇનામો મળવા પાત્ર છે તે જ રીતે નેશનલ કક્ષાએ પ્રથમ આવનારને દસ લાખ દ્વિતીય ક્રમે આઠ લાખ અને તૃતીયક ક્રમે આવનાર ટીમને 6 લાખ રૂપિયા નો ઇનામ મળવા પાત્ર છે આ પ્રકારની માહિતી બેન્કના અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવી હતી તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં સહભાગી બને તે માટે વિનંતી કરવામાં આવી હતી પ્રોફેસર કે સી પટેલ દ્વારા પણ વિદ્યાર્થીઓને આવી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading